સોનભદ્ર ઘટનાના પીડિત પરિવારોને મળીને પ્રિયંકા ગાંધીની આંખો ભીની થઈ, જુઓ VIDEO

24 કલાકના ધરણા બાદ આખરે મિર્ઝાપુર જિલ્લા પ્રશાસને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની જિદ આગળ નમવું પડ્યું. મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસના બગીચામાં સોનભદ્ર નરસંહાર પીડિત પરિવારની મહિલાઓએ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી. પીડિત પરિવારની મહિલાઓએ પ્રિયંકા ગાંધીને જોતા જ રડવાનું શરૂ કરી દીધુ. મહિલાઓના દુ:ખ સાંભળતા જ પ્રિયંકા ગાંધી પણ ભાવુક થઈ ગયાં અને તેમની આંખો ભીની થઈ ગઈ. આ મુલાકાત સાથે જ તેમણે પોતાના ધરણા પણ ખતમ કર્યાં. 
સોનભદ્ર ઘટનાના પીડિત પરિવારોને મળીને પ્રિયંકા ગાંધીની આંખો ભીની થઈ, જુઓ VIDEO

નવી દિલ્હી: 24 કલાકના ધરણા બાદ આખરે મિર્ઝાપુર જિલ્લા પ્રશાસને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની જિદ આગળ નમવું પડ્યું. મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસના બગીચામાં સોનભદ્ર નરસંહાર પીડિત પરિવારની મહિલાઓએ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી. પીડિત પરિવારની મહિલાઓએ પ્રિયંકા ગાંધીને જોતા જ રડવાનું શરૂ કરી દીધુ. મહિલાઓના દુ:ખ સાંભળતા જ પ્રિયંકા ગાંધી પણ ભાવુક થઈ ગયાં અને તેમની આંખો ભીની થઈ ગઈ. આ મુલાકાત સાથે જ તેમણે પોતાના ધરણા પણ ખતમ કર્યાં. 

— ANI UP (@ANINewsUP) July 20, 2019

કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે
પ્રિયંકા ગાંધીએ પીડિત પરિવારની મહિલાઓને દિલાસો અપાવ્યો અને તેમને પાણી પીવા માટે કહ્યું. તેમણે પીડિતોને વચન આપ્યું કે કોંગ્રેસ પાર્ટી તેમની સાથે છે. તેમણે પીડિતોને કહ્યું કે જ્યાં સુધી આ લોકો સાથે ઈન્સાફ ન થાય ત્યાં સુધી તે હાર માનશે નહીં. 

10 લાખ રૂપિયાની આર્થિક મદદ આપશે કોંગ્રેસ
તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પણ આ પરિવારોને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. આ સાથે જ તેમણે વચન આપ્યું કે જે પ્રકારની સહાયતાની જરૂર હશે તેના માટે કોંગ્રેસ પાર્ટી તેમની સાથે છે. 

યોગી સરકાર પર સાધ્યું નિશાન
પ્રિયંકા ગાંધી વાડ્રાએ યોગી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ પરિવારોના હવે સંપૂર્ણ જવાબદારી યોગી સરકાર પર છે. આ પરિવારોના દરેક સભ્યને સુરક્ષા મળવી જોઈએ. 

પીડિતોને મળવા જોઈએ 25 લાખ
સોનભદ્ર નરસંહાર મામલે પીડિતો સાથે વાત કર્યાં બાદ તેમણે કહ્યું કે પીડિત પરિવારોને ઓછામાં ઓછી 25-25 લાખની મદદ મળવી જોઈએ. તેમણે કહ્યું કે વર્ષોથી આ જમીન તેમની છે તો તેમને માલિકી હક પણ મળવો જોઈએ. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે તેમના પર જે કેસ છે તેને હટાવવા જોઈએ. આ લોકો લડાઈ લડી રહ્યાં છે. તે બદલ તેમની સુરક્ષા જરૂરી છે. 

જુઓ LIVE TV

શુક્રવારથી ધરણા બર બેઠા હતાં પ્રિયંકા
પ્રિયંકા ગાંધી વાડ્રા શુક્રવારે પીડિતોને મળવા માટે સોનભદ્ર જવા નીકળ્યા હતાં પરંતુ પોલીસે કાયદો વ્યવસ્થાનો હવાલો આપીને તેમને અટકાયતમાં લીધા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હું કાયદાનો ભંગ કરવા માંગતી નથી. મેં પ્રશાસનને કહ્યું છે કે જો સોનભદ્રમાં કલમ 144 લાગુ છે તો તેઓ કોઈ અન્ય જગ્યાએ તેમની સાથે મુલાકાત કરાવી શકે છે. હું પીડિત પરિવારોને મિર્ઝાપુર કે વારાણસીમાં પણ મળી શકું છું. એકવાર પીડિતોને મળી લઉ પછી જતી રહીશ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news